વાંકાનેરના રાતીદેવરી ગામે જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

વાંકાનેર: વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે વાંકીયા યોડ રોડ સરકારી શાળા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને વાકાનેર સીટી પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે વાંકીયા યોડ રોડ સરકારી શાળા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો કલ્પેશભાઇ અમ્રુતભાઈ વોરા (ઉ.વ.૩૫) , નાથાભાઈ લાલજીભાઇ મદ્રેસાણીયા (ઉ.વ.૩૭), કિશોરભાઈ હેમંતભાઈ વોરા (ઉ.વ.૪૦) તથા પ્રવીણસિંહ ધીરૂભાઇ ઝાલા (ઉ.વ.૫૯) રહે. બધા જુની રાતીદેવરી ગામ તા. વાંકાનેરવાળને રોકડ રકમ રૂ.૨૨,૮૦૦ નાં મુદ્દામાલ સાથે વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img