Sunday, June 15, 2025

હળવદ માળિયા હાઈવે રોડ ઉપર કારે હડફેટે લેતા બાઈક સવારનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ – માળિયા હાઈવે રોડ ઉપર રણજીતગઢ ગામના હરિકૃષ્ણ ધામ મંદિર સામે રોડ ઉપર કારે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ભોગ બનનાર મૃતકના પુત્રએ આરોપી કાર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણજીતગઢ ગામે રહેતા રમેશભાઇ બાવલભાઈ કારોડીયા (ઉ.વ.૪૩) એ આરોપી કિયા મોટર કાર રજીસ્ટર નંબર-GJ-13-113 ના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૮-૧૦-૨૦૨૩ ના રોજ સાંજના આશરે ચાર સવા ચારેક વાગ્યાના સમયે આરોપીએ પોતાના હવાલાવાળી કિયા મોટર કાર રજીસ્ટર નં- GJ-12- FD-0391 વાળી પુર ઝડપે અને બેફીકરાઇપૂર્વક મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે બેદરકારી પુર્વેક ચાલાવી આવી ફરીયાદીના પિતાજીના મોટરસાયકલ રજીસ્ટર નં GJ-13-H-1113 સાથે ભટકાડતા ફરીયાદીના પિતાજીને માથાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર દરમ્યાન મરણ થતા કાર ચાલક તેની કાર મુકી નાસી ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર મૃતકના પુત્ર રમેશભાઈએ આરોપી કાર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૨૭૯,૩૦૪(અ) એમ.વી. એક્ટ કલમ -૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર