મોરબી: લિલાપર ચોકડી નજીક કારખાનામાં લાગી આગ 

મોરબી : મોરબીમાં લીલાપર ચોકડી પાસે કાર્યરત એક કારખાનામાં આગ લાગી હતી. જો કે ફાયર વિભાગે તુરંત પહોંચીને આગ ઉપર કાબુ મેળવી લીધો હોય, મોટું નુકસાન કે જાનહાની સર્જાઈ ન હતી.

મળતી માહિતી મુજબ આજરોજ રાત્રે 08:43 કલાકે ફાયરકંટ્રોલ રૂમ પર કોલ મળેલ કે લીલાપર ચોકડી પાસે મેગા ઇન્ડસ્ટ્રીઝ અચાનક આગ લાગી છે. જેથી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસના જવાનો તુરંત ઘટના સ્થળે દોડી ગયા. ત્યાં જઈ ચેક કરતા કલરમાં વપરાતા થીનર ભરેલા ડ્રમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ફાયર વિભાગના જવાનોને આગ પર કાબુ મેળબી વધારે નુકસાન થતું અટકાવ્યું હતું. આ બનાવમાં કોઈ જાનહાની પણ થયેલ નથી

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img