મોરબી : નવા સાદુકળા ની સીમમાં માથાભારે શખ્સોએ બુલડોઝરથી રસ્તો ખોદી નાખ્યો, મામલતદારને રજૂઆત

મોરબીમાં નવા સાદુકળા ગામ નજીક માથાભારે પિતા પુત્રી દ્વારા આસપાસની કંપનીઓ પાસેથી પસાર થતા રસ્તા પર બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યો હતો અને કંપનીના માલિકો પાસે લાખોની રકમની માંગણી કરવામાં આવી હતી. સમગ્ર મામલે મોરબી મામલતદારને અને તાલુકા પોલીસને પણ આ ત્રાસથી મુક્તિ અપાવવા માટે રજૂઆત કરવામાં આવી છે

જેમાં ફરિયાદી કંપનીના માલિકે જણાવ્યું હતું કે, મોરબીમાં ૮-એ નેશનલ હાઈવેથી નવા સદુકળા ગામ પાસે આરોપી જબુબેન હંસરાજભાઈ અને તેના પિતા હંસરાજભાઈ તેજાભાઈ પાંચોટીયા આરોપીનું ખેતર આવેલું છે. તેના ખેતરને અડીને કાયદેસરનો સરકારી રસ્તો નીકળે છે. જે રસ્તામાં કિસીવ પોલીપેક એલ.એલ.પી, હરિ કૃષ્ણ ઓઇલ મીલ, કાવર ઇન્ડસ્ટ્રીઝ,બાલાજી ડાયમંડ ટુલ્સ, ગ્રોવ મોર ઓટો પેક એલ.એલ.પી, ફોનીક કલર,ખોડીયાર ઇન્ડસ્ટ્રીઝ,phoenix industres સહિતની કંપનીઓની ફેક્ટરી આવેલી છે. ત્યારે આરોપીઓ દ્વારા ૮-એ નેશનલ હાઈવે થી નવા સાદુળકા જવાના માર્ગ પર ગેરકાયદેસર રીતે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે

જેથી ફરિયાદી કંપનીના માલિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર મામલે આરોપીઓએ ફરિયાદીઓને એવું કહ્યું હતું કે, તમે બધા ભેગા મળીને અમોને 25 લાખ રૂપિયા આપશો તો તમને ખોટી રીતે હેરાન પરેશાન નહીં કરીએ. આમ આરોપીઓ દ્વારા પૈસાની લાલચમાં આસપાસની કંપનીઓને પરેશાન કરવામાં આવે છે. એટલું જ નહીં આ રસ્તા પરથી જ્યારે આરોપીઓ પસાર થાય છે ત્યારે કંપનીના ડ્રાઇવરને અને મજૂરને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપે છે. તેમજ કંપનીના વાહનોને પણ નુકસાન પહોંચાડે છે. ઓછું હોય તેમ આરોપીઓ દ્વારા મોટા પ્રમાણમાં માટીની ચોરી પણ કરવામાં આવી રહી છે.

આ સંજોગોને ધ્યાનમાં લઈને આરોપીઓ વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવામાં આવે અને તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ મોરબી મામલતદાર પાસે કરવામાં આવી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img