માળિયાના મોટી બરાર ગામ પાસેથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે એક ઝડપાયો

માળિયા (મી) : માળિયા (મી) તાલુકાના મોટી બરાર ગામથી આગળ સી.એન.જી. પંપ પાસે રોડ પરથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના મોટી બરાર ગામથી આગળ સી.એન.જી. પંપ પાસે રોડ પરથી જાકીર હુસેનભાઇ માલાણી (ઉ.વ.૧૯) રહે. મોટી બજાર માળિયા (મી) વાળાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૫ કિં રૂ.૧૫૧૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img