યુવા શક્તિ ગ્રુપ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુર્ણ કરવામાં આવી

મોરબી : ઈમરજન્સી એટલે યુવા શક્તિ જાણીતુ યુવા શક્તિ ગ્રુપ મોરબી ના દરેક વિકટ સમયે ભારતીય સેનાની જેમ મોરબી ની દરેક જરૂરિયાત સમયે ખડેપગે રહે છે તેમજ પોતાના હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન ના‌ ધ્યેય સાથે મોરબી તથા રાજકોટમાં ૩૬૫ દિવસ બ્લડ ની ઈમરજન્સી જરૂરિયાત પુરી પાડીને હજારો લોકોને જીવનદાન આપી ચુક્યુ છે

ત્યારે આજે મોરબી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર કપિલભાઈ દ્વારા બ્લડ બેંકમા બ્લડની જરૂરિયાત જણાવવામાં આવતા યુવા શક્તિ ગ્રુપ ના સભ્યો દ્વારા તાત્કાલિક ૨૦ થી વધુ બોટલ બ્લડની વ્યવસ્થા કરવામાં આવી હતી કે‌ જેથી કોઈ દર્દી કે દર્દીના પરિજનો ને બ્લડની જરૂરિયાત માટે અગવડતા ઉભી ના થાય તેમજ‌ કોઈપણ બ્લડ ગ્રુપ ની ઈમરજન્સી જરૂરિયાત સમયે તથા મહાદાન રુપી રક્તદાન ની અવિરતપણે ચાલતી સેવાકાર્ય મા જોડાવવા માટે ગ્રુપ ના હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ પર સંપર્ક કરવા ગ્રુપ ના મેન્ટોર પિયુષ ભાઈ બોપલીયા ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img