મોરબીના લીલાપર રોડ પર આવેલ પાર્થ પેપર મિલમાં કોઈ કારણોસર મોડી રાત્રે લાગી આગ

મોરબી: મોરબીના જૂના લિલાપર રોડ પર આવેલ પાર્થ પેપર મિલમાં કોઈ કારણોસર મોડી રાત્રે આગ લાગતાં ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવવા પાણી મારો ચલાવવામાં આવ્યો હતો. તેમજ હાલ પણ આગ પર કાબુ મેળવવા કુલિંગ કરવાનું ચાલુ છે.

મળતી માહિતી મુજબ મોરબીના જૂના લિલાપર રોડ પર આવેલ પાર્થ પેપર મિલમાં કોઈ કારણોસર મોડી રાત્રે આગ લાગી હતી આ બનાવ અંગે મોરબી ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને આગ પર કાબુ મેળવવા પાણી મારો ચલાવવામાં આવ્યો હતો. તેમજ હજુ પણ આગ પર કાબુ મેળવવા માટે કુલિંગ કરવાનું કામ ચાલુ હોય અને એક વાગ્યા આજુબાજુ સુધી ચાલુ રહેશે તેવું જાણવા મળી રહ્યું છે તેમજ આસપાસના લોકો અને ફાયર વિભાગની સુઝબુઝને કારણે સદનસીબે કોઇ જાનહાનિ થઈ ન હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img