મોરબીમાં વર્તાયો ગુલાબી ઠંડીનો ચમકારો:લોકો ધાબળા અને તાપણા ના શરણે

મોરબીમાં હવા થઈ ભારે ને થીજી ગયો શિયાળો…

શીતળ લહેરીએ લહેરાઈ ગયો શિયાળો…

આજે વહેલી સવારે તો ઝાકળ અને ઠંડીથી મોરબીનાં લોકો રીતસરના ધ્રુજી ઉઠ્યા હતા તો વહેલી સવારે સ્કૂલે જતા બાળકો ગરમ ટોપી અને સ્વેટરમાં સજ્જ જોવા મળ્યા હતા.

ગુજરાત રાજ્યમાં ગઈકાલ રાતથી જ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે મોરબીમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે

હાડ થીજાવતી ઠંડી વચ્ચે ગુજરાતના અનેક શહેરમાં ગાઢ ધુમ્મસ છવાઈ હતી. હાઈવે પર ધુમ્મસ હોવાથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા મોરબીની વાત કરીએ તો છેલ્લા 2 થી 3 દિવસથી ઠંડી એ જોર પકડ્યું છે જેના કારણે દિવસ દરમિયાન પણ સ્વેટર અને જાકીટ નો સહારો લેવો પડી રહ્યો છે અને રાત્રીના સમયે લોકો ધાબળા અને તાપણાં તાપણા નો સહારો લઇ રહ્યા છે

તો આજે મોરબીમાં 12 થી 16 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે.અને આગામી દિવસોમાં આ પા હજુ વધુ ગગળે તો નવાઈ નહિ

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img