નરાધમની બેશર્મી: માનસિક તકલીફ ધરાવતી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું, બહેનો સમજાવવા જતા મારમાર્યો

મોરબીમાં વધુ એક દુષ્કર્મની ધટના સામે આવી છે

મોરબીમાં ગુટખા ખરીદવા ગયેલી માનસિક અસ્થિર યુવતી પર નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે આ મામલે પીડિતાની બહેનોએ નરાધમને ઠપકો આપ્યો અન્ય સાગરીતો સાથે મળીને પીડિતાની બહેનોને પણ ઢોરમાર મારમાર્યો હતો જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મોરબીમાં રહેતા પરિવારે વાવડી રોડ પાનની દુકાન ધરાવતા આરોપી ગોપાલ ભોજાભાઇ મકવાણા અને બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ દાખલ કરેલ અલગ અલગ ફરિયાદમાં જણાવ્યા અનુસાર કોરોનાગ્રસ્ત થયા બાદ તેમની પીડિતાની માનસિક સ્થિતિ ખરાબ હતી. ગત તા.૦૧ના રોજ રાત્રિના સમયે પીડિત યુવતી આરોપી ગોપાલની પાનની દુકાને ગુટખા ખરીદવા ગઈ હતી. એ સમયે આરોપી ગોપાલે પીડિતાને ગુટખા આપવાના બહાને અવાવરૂ ઓરડીમા લઇ જઇ ગયો હતો અને પીડિતાની મરજી વિરુદ્ધ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. બીજી તરફ એક કલાક સુધી યુવતી પરત ન આવતા પરિવારજનો પીડિતાને શોધવા માટે નીકળ્યા હતા અને અવાવરું ઓરડી પાસેથી યુવતીને આવતી જોઈ હતી અને યુવતી પાછળ દુષ્કર્મ ગુજારનાર આરોપી ગોપાલ મકવાણાને પણ આવતો નિહાળ્યો હતો

સમગ્ર મામલે પરિવારજનોએ પીડિતાને પૂછ્યું હતું કે “શું બન્યું છે?” પરંતુ એ સમયે પીડીતા હતપ્રત થઈ ગઈ હતી જેને પગલે કંઈ બોલી શકી ન હતી. બીજે દિવસે પીડીતાએ પરિવારજનોને દુષ્કર્મ અંગેની વાત કરી હતી. જેથી પીડિતાની માતા અને બહેનો આરોપી ગોપાલની દુકાને ગયા હતા અને ગોપાલને ઠપકો આપતા આરોપી ઉશ્કેરાઈ રહી ગયો હતો અને પીડીતાના પરિવારજનોને બેફામ ગાળો ભાંડી હતી તથા ગોપાલને પોતાના બે મળતીયાઓ સાથે પીડિતાની બહેનોને ઢોરમાર માર્યો હતો. અંતે પીડિતાનો ભાઈ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બહેનોને વધુ મારથી છોડાવી તથા પોતાની માતાને ત્યાંથી લઈને જતો રહ્યો હતો એ વખતે આરોપી ગોપાલે એવી ધમકી આપી હતી કે, “થાય તે કરી લેજો”.જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે દુષ્કર્મ અને મારામારી સહિતની બે અલગ અલગ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img