માળિયાના ખાખરેચી ગામે જુગાર રમતા બે ઈસમો ઝડપાયાં

માળિયા (મી) : માળિયા તાલુકાના ખાખરેચી ગામે બંસી કારખાનાની સામે કાચા રસ્તે ખુલ્લા પટમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને માળિયા મી પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના ખાખરેચી ગામે બંસી કારખાનાની સામે કાચા રસ્તે ખુલ્લા પટમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો કેશવજીભાઇ મુળજીભાઈ કાલરીયા (ઉ.વ.૫૫) રહે. મોરબી મહેન્દ્રનગર કાંતીજ્યોત બ્લોક નં. એફ -૧ તા. જી. મોરબી તથા રમેશભાઈ અરજણભાઇ વરસડા (ઉ.વ.૫૧) રહે. અણીયારી તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૦૪૦૦ ના મુદ્દામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img