આજરોજ 26મી જાન્યુઆરી 2024- પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શ્રી સાપર પ્રાથમિક શાળામાં ધ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
આ શુભ અવસર નિમિત્તે શિક્ષણ પ્રેમી એવા શ્રી સાપર ગ્રામ પંચાયત સરપંચશ રવીરાજસિંહ હરદેવસિંહ જાડેજા દ્વારા તમામ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ નું વિતરણ કરવામાં આવ્યું તેમજ સાપર પ્રા.શાળાને 55 ઇંચનું ડિજિટલ ટીવી ની સપ્રેમ ભેટ આપી.આ શુભ અવસર નિમિત્તે શ્રી સાપર પ્રાથમિક શાળા પરિવાર શુભેચ્છાઓ પાઠવે છે તેમજ આભાર વ્યક્ત કરે છે
હળવદ તાલુકાના ઢવાણા ગામની સીમમાં જુગાર રમતા કુલ આરોપી ચાર ઈસમોપે રોકડ રૂપિયા ૧૨,૪૦૦/- તથા મુદામાલ મોટર સાયકલ- ૫ સાથે કુલ રૂપિયા ૧,૧૨,૪૦૦/- ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે ઢવાણા ગામની સીમમાં જુગાર અંગે...
મોરબી જિલ્લા પોલીસ દ્વારા નવા કાયદાની લોકોને સમજ આપવા નવતર પ્રયોગના ભાગરૂપે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ચિત્ર, ઓડિયો અને વીડિયો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અવલોકન કરીને આ ત્રણેય સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવેલ, જેમાં ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબરે સંગીતા હડિયલ, બીજા નંબરે હેત્વી ડઢાણીયા અને ત્રીજા નંબરે નેન્સી...