માળીયાના કાજરડા રોડ પર રલી વાંઢ પાસેથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો 

માળીયા (મી): માળિયા (મી) ના કાજરડા રોડ ઉપર રલી વાંઢ પાસેથી દેશી હાથ બનાવટ તમંચા સાથે એક ઈસમને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ માળિયા (મી) ના કાજરડા રોડ ઉપર રલી વાંઢ પાસેથી આરોપી સલીમ સુભાનભાઈ કટીયા (ઉ.વ.૩૦) રહે. માળીયા (મી) નેશનલ હાઇવે રોડ વિશાલા હોટલની પાછળ તા. માળીયાવાળા પાસેથી ગેરકાયદેસર રીતે રાખેલ દેશી હાથ બનાવટનો જુના તમંચો નંગ-૦૧ કિં રૂ. ૫૦૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧-બી), એ તથા જી.પી.એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img