Saturday, July 27, 2024

માળીયાના સોનગઢ ગામ પાસે રોડ પર ટ્રક પાછળ ટ્રક અથડાતાં એકનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા (મી) : માળિયા (મી) તાલુકાના સોનગઢ ગામ પાસે રોડ ઉપર ટ્રક પાછળ ટ્રક અથડાતાં એકનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ છે.

મળતી માહિતી મુજબ રાજસ્થાનમાં રહેતા દીપારામ ભીખારામ ચૌધરી (ઉ.વ.૩૬) એ આરોપી દેવરાજદેવકરણ ગાડરી (ઉ.વ.૨૦) રહે. રધુરાજપુરાતા શાહપુરા જિ- ભીલવાડા રાજસ્થાનવાળા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૪-૦૧-૨૦૨૪ ના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં આરોપી એ પોતાના હવાલા વાળી ટ્રક રજી.નં- RJ-06- GD-6448 વાળી પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બીજાની જીંદગી જોખમાય તે રીતે ચલાવી અણંદારામ મુકનારામ ચૌધરીના ટ્રક નં-GJ-12-BY-8014 ને ઠોકર મારતા તેને માથાના ભાગે તેમજ ડાબા કાનના ભાગે તેમજ નાકના ભાગે તેમજ જમણા પગે સાથળના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે દીપારામે આરોપી વિરુદ્ધ માળિયા મી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૨૭૯,૩૩૭,૩૦૪(અ) તથા એમ.વી. એક્ટ કલમ -૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર