Thursday, June 4, 2026

માનસિક અસ્વસ્થ ભૂલી પડેલ મહિલાને પતિ સાથે મિલન કરાવતી 181 અભયમ ટીમ મોરબી

તારીખ:-9/2/2024 ના રોજ એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 મા ફોન આવેલ કે એક મહિલા મળી આવેલ છે માટે મદદની જરૂર છે

181 ટીમના કાઉન્સિલર સેજલ પટેલ કોન્સ્ટેબલ જયેશ્રીબેન તેમજ પાયલોટ પ્રદીપભાઈ ઘટના સ્થળે તે મહિલા સુધી પહોંચેલ સૌપ્રથમ તે મહિલાને સાંત્વના આપેલ ત્યારબાદ સજ્જન વ્યક્તિ સાથે ચર્ચા કરતા તેમણે જણાવેલ કે આ મહિલા ક્યારના અહીંયા એકલા બેઠા હોય કશું બોલતા ના હોય ત્યારબાદ મહિલાનું કાઉન્સલિંગ કરતા તેઓ ક્યાં રહે છે ક્યાંથી આવ્યા વગેરે પૂછવાના ઘણા પ્રયત્નો કરેલ પરંતુ તે કશું જણાવતા ના હોવાથી મહિલા ને આજુબાજુના વિસ્તારમાં લઈ જઈ પૂછપરછ કરેલ ત્યારબાદ ઘણા પ્રયત્નો બાદ મહિલાનું સરનામું મળી આવતા તે સરનામે લઈ જઈ મહિલાના પતિને સોંપેલ ત્યારબાદ તેમના પતિ નું કાઉન્સલિંગ કરતા તેમણે જણાવેલ કે તેમની પત્ની બે ત્રણ વર્ષ થાય માનસિક રીતે અસ્વસ્થ હોય તેમની દવા પણ શરૂ હોય તેમની પત્ની જાણ કર્યા વગર ઘરમાંથી અચાનક નીકળી ગયેલ હોય આજુબાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની પત્ની બાબતે પૂછપરછ કરેલ પરંતુ ક્યાંય ખબર મળેલ નહીં તેવો પણ ચિંતિત હતા 181 ટીમે મહિલાને તેમના પતિને સોંપી અને ભવિષ્યમાં તેમની પત્ની નું ધ્યાન રાખવા સૂચન કરાવ્યું મહિલાના પતિએ 181 અભયમ ટીમનો આભાર માન્યો હતો

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img