મોરબીના રંગપર ગામે જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામના પાદરમાં તળાવની પાળ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રંગપર ગામના પાદરમાં તળાવની પાળ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો નવઘણભાઈ માત્રાભાઈ ગોલતર (ઉ.વ.૫૨) રહે. ત્રાજપર ખારી રામાપીરના મંદિર પાસે તા.જી. મોરબી તથા જયદીપભાઈ મુકેશભાઈ ઝાલા (ઉ.વ.૨૪) રહે. મોરબી -૨ ધરમપુર રોડ ભીમસર તા.જી.મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૫૭૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img