મોરબી: યુવકને પાંચ શખ્સોએ માર મારી જાતી પ્રત્યે હડધૂત કરતાં યુવાનની પત્નીએ ફીનાઈલ ગટગટાવ્યું 

મોરબી: મોરબીના લીલાપર રોડ વિલ્સન પેપર મીલ સામે યુવકના ઘર પાસે યુવક પાસે આરોપીએ દુકાનના નામના રૂપિયા માંગતા યુવકે રૂપિયા ન હોવાનું કહેતા પાંચ શખ્સોએ યુવકનાં ઘર પર પથ્થર મારો કરી યુવકને માર મારી જાતી પ્રત્યે અપમાનીત કરતા યુવકની પત્નીએ ફીનાઈલ ગટગટાવ્યું હતું. આ બનાવ અંગે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ વિલ્સન પેપર મીલ સામે રહેતા મયુરભાઈ ઉર્ફે રવિ શીવાભાઈ રાઠોડ (ઉ.વ.૨૨) એ આરોપી ધમાભાઈ દુકાનવાળા, નિલેષ ગઢવી, નાગજીભાઈ દેગામા, રવિભાઈ દેગામા તથા મીથુનભાઈ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૦-૦૩-૨૦૨૪ ના રોજ રાત્રીના આશરે સાડા નવેક વાગ્યાના અરસામાં ફરીયાદી પાસે આરોપી ધમાભાઈએ દુકાનના નામાના પૈસા માંગતા ફરીયાદીએ પોતાની પાસે પૈસાની સગવડ નથી તેમ કહેતા આરોપી ધમાભાઈ તથા આરોપી નિલેષ ગઢવીએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ બાદ તા.૧૦/૦૩/૨૦૨૪ના રાત્રીના તમામ આરોપીઓએ લાકડી જેવા હથીયાર ધારણ કરી ફરીયાદીના ઘર પાસે આવી ફરીયાદીના ઘર ઉપર છુટા પથ્થરોના ઘા કરી ઘર ઉપર નુકશાન કરી ઘર મુકી નાશી જવાનુ કહી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી લાકડીઓ વતી ફરીયાદીને શરીરે મુંઢ માર મારી જમણા પગના સાથળ તથા છાતી અને વાસાના ભાગે મુંઢ ઈજા કરી જાતી પ્રત્યે હળધુત કરી અપમાનીત કરતા ફરીયાદીના પત્ની જયોતીબેને ફીનાઈલ જેવી દવા પી લીધેલ હોય જેથી મયુરભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img