મોરબીના નવલખી ફાટક નજીકથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબી નવલખી ફાટક વાળી ચોકડીની બાજુમાં આવેલ જુના કોમ્પલેક્ષની બાજુમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ.

મળતી માહિતી મુજબ ચંન્દ્રકાંતભાઈ દેવાભાઈ સુમળ (ઉ.વ.૪૦) રહે. રણછોડનગર શેરી નં -૦૧ મોરબીવાળાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૩-૦૪-૨૦૨૪ ના રોજ ફરીયાદીનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર – GJ-10-CB-4885 વાળુ જેની કિંમત રૂ. ૨૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર ચંન્દ્રકાંતભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img