લોકસભા સામાન્ય ચુંટણી માટે મુખ્ય ચુંટણી આયુક્ત દ્વારા આજે પત્રકાર પરિષદ કરીને તારીખોની જાહેરાત કરી છે જેમાં ગુજરાતની તમામ ૨૬ બેઠક માટે આગામી ૭ મેના રોજ મતદાન યોજાશે ત્યારે ચુંટણી સંદર્ભે મોરબી જીલ્લા કલેકટર દ્વારા પત્રકાર પરિષદ યોજી મતદારો, મતદાન મથકો સહિતની માહિતી આપવામાં આવી હતી
મોરબી જીલ્લા કલેકટર કે બી ઝવેરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે લોકસભા સામાન્ય ચુંટણી અંગે તારીખ ૧૨ એપ્રિલના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે અને તારીખ ૧૯ એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરવા તેમજ ૨૦ એપ્રિલના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે અને તા ૨૨ એપ્રિલ સુધીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે તારીખ ૦૭ મેંના રોજ ગુજરાતની તમામ ૨૬ બેઠકો સાથે કચ્છ અને રાજકોટ બેઠક પર મતદાન યોજાશે
ચુંટણી આચારસંહિતાની અમલવારી માટે ફ્લાઈંગ સ્કવોડની ૯ ટીમો અને ૩ રીઝર્વ ટીમો રાખવામાં આવી છે તેમજ સ્ટેટિક સર્વેલન્સ માટે ૧૦ ટીમો અને ૦૩ રીઝર્વ ટીમો, વિડીયો સર્વેલન્સ માટે ૦૩ ટીમો, આદર્શ આચાર સંહિતાની અમલ માટેની ૧૧ ટીમો કાર્યરત થયેલ છે તેમજ આસીસ્ટન્ટ એક્ષ્પેન્ડીચર ઓબ્ઝર્વર ૩ ની નિમણુક કરેલ છે
મોરબી જીલ્લામાં તારીખ ૦૫-૦૧-૨૦૨૪ ના રોજ પ્રસિદ્ધ થયેલ આખરી મતદાર યાદી મુજબ કુલ ૮,૨૮,૨૨૦ મતદારો નોંધાયેલ છે જેમાં પુરુષ મતદારો ૪,૨૭,૮૬૯ અને સ્ત્રી મતદારો ૪,૦૦,૩૪૧ તેમજ ૧૦ થર્ડ જેન્ડર મતદારો નોંધાયેલા છે જેમાં વિધાનસભા મત વિસ્તાર મુજબ મોરબી બેઠક પરથી 1,૫૦,૨૮૦ પુરુષ અને 1,૩૯,૬૮૬ સ્ત્રી મતદારો અને ૮ થર્ડ જેન્ડર મળીને કુલ ૨,૮૯,૯૭૪ મતદારો નોંધાયેલા છે ટંકારા બેઠક પર 1,૨૯,૭૫૬ પુરુષ અને 1,૨૨,૦૯૮ સ્ત્રી મતદારો મળીને કુલ ૨,૫૧,૮૫૪ મતદારો નોંધાયેલા છે જયારે વાંકાનેર બેઠક પરથી 1,૪૭,૮૩૩ પુરુષ અને 1,૩૮,૫૫૭ સ્ત્રી મતદારો તેમજ ૦૨ થર્ડ જેન્ડર મતદારો મળીને કુલ ૨,૮૬,૩૯૨ મતદારો નોંધાયેલા છે
મતદાન મથકોની યાદી
૧૦ રાજકોટ સંસદીય મતદાર વિભાગમાં મોરબી જીલ્લાના ૨ વિધાનસભા મતદાર વિભાગ ૬૬ ટંકારા અને ૬૭ વાંકાનેર અને 1 કચ્છ સંસદીય મતદાર વિભાગમાં મોરબી જીલ્લાના 1 વિધાનસભા મતદાર વિભાગ ૬૫ મોરબીનો સમાવેશ થાય છે
જીલ્લામાં સમાવિષ્ટ કુલ ૩ વિધાનસભા મતદાર વિભાગ પૈકી ૬૫ મોરબી વિધાનસભા મતદાર વિભાગમાં ૨૯૫ મતદાન મથક, ૬૬ ટંકારા મતદાર વિભાગમાં ૨૯૧ અને ૬૭ વાંકાનેર મતદાર વિભાગમાં ૩૦૩ મતદાન મથકો મળીને કુલ ૮૮૯ મતદાન મથકો આવેલ છે



