વાંકાનેર નેશનલ હાઇવે રોડ પરથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: વાંકાનેર નેશનલ હાઇવે રોડ વિશાલ ફર્નીચર પાસે સીરામીક પ્લાઝા પાસે જાહેરમાં ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર નેશનલ હાઇવે રોડ વિશાલ ફર્નીચર પાસે સીરામીક પ્લાઝા પાસે જાહેરમાં આરોપી કૌશીકભાઈ ભાણજીભાઈ રંગપરીયા (ઉ.વ.૩૬) રહે. ઉમા વિલેજ મહેન્દ્રનગર ગામ મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૩ કિં રૂ. ૨૫૫૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img