મોરબીમાથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબીના વીસીપરામા એમ.પી.શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ સામે મૈઈન રોડ પરથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરામા એમ.પી.શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ સામે મૈઈન રોડ પરથી આરોપી ધર્મેન્દ્રભાઇ જગદીશભાઇ ભડાણીયા (ઉ.વ.૨૨) રહે. ભરતનગર મફતીયાપરા સર્કીટ હાઉસ સામે મોરબીવાળા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૩ કિં રૂ. ૯૦૦ નો મુદ્દામાલ સાથે મળી આવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે અન્ય એક ઈસમ રમીઝભાઈ રફીકભાઈ બ્લોચ રહે. વીસીપરા મોરબીવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img