મોરબી સબ જેલમાં મુસ્લિમ બંદીવાનોએ ઈદની ઉજવણી કરી

મોરબી: આજ રોજ રમજાન ઈદની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી સબ જેલમાં બંધ મુસ્લિમ બંદીવાનોએ રમજાન ઈદની ઉજવણી કરી હતી.

મોરબી સબ જેલમાં રહેલા મુસ્લિમ બંદિવાનો દ્રારા રમજાન માસ નિમિતે જેલમાં રોઝા રહેતા હતા.અને ખુદાની બંદગી કરતા હતા. આજ તા.૧૧/૦૪/૨૦૨૪ ના રોજ રમજાન ઇદ નિમિતે સમસ્ત મિયાણા (મુસ્લિમ) સમાજ મહાસંગઠન ટ્રસ્ટ ગુજરાતના મોલાનાઓ દ્રારા મોરબી સબ જેલમાં રહેલા મુસ્લિમ ભાઇઓને ઇદુલ ફિત્ર નમાજ અદા કરી ખુદાની બંદગી કરાવવામાં આવેલ છે આ તકે મોરબી સબ જેલના ઇ.ચા.અધિક્ષક પી.એમ.ચાવડા તથા ઇ.ચા.જેલર એ.આર. હાલપરા સહિતના જેલ સ્ટાફે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img