હળવદ: મોરબી ચોકડી પાસે કારખાનામાં કપાસની ગાંસડી નીચે દબાઈ જતાં યુવકનું મોત

હળવદ: હળવદની મોરબી ચોકડી પાસે સાઈન કોટસ્પીન પ્રા.લી. ના કારખાનામાં કપાસની ગાંસડી નીચે દબાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ કેવલભાઈ દશરથભાઈ રાવળ (ઉ.વ.૩૦) રહે. સિધ્ધી વિનાયક સોસાયટી હળવદ, મહર્ષિ ગુરુકુલ પાછળ પ્લોટ નં -૫૭ મકાન નં -૦૩મા તા. હળવદવાળો સાઈન કોટ્સ્પીનમાં કપાસની ગાસડીઓની થપ્પી મારવાનું મજુરીકામ કરતા હતા તે દરમ્યાન કપાસની ગાસડી તેઓની માથે પડતા કપાસની ગાસળી નીચે દબાઈ જતા માથા તથા છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img