મોરબીના ઘુંટુ ગામે કારખાનામાં ગળેફાંસો ખાઈ યુવકે જીંદગી ટુંકાવી

મોરબી: મોરબી લગધીરપુર રોડ ઘુંટુ ગામની સીમ આલ્ફા સીરામીકના કારખાનાની કેન્ટીનમા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર કાંતીજયોત એપાર્ટમેન્ટ ડી-૨ બ્લોક નંબર-૪૦૩મા રહેતા નિકુલ દિનેશભાઇ ઝાલરીયા ઉ.વ-૨૯ છેલ્લા ઘણા સમયથી આર્થીક રીતે સંકળામણમા આવી ગયેલ હોવાથી છેલ્લા બે ત્રણ દિવસથી ગુમ સુમ રહેતો હોય અને આર્થીક સંકળામણ બાબતે મનોમન લાગી આવતા પોતે પોતાની જાતે આલ્ફા સીરામીકના કારખાનાની કેટીંગના સિમેન્ટના પતરાના સેડની લોખંડની એગલના હુક સાથે નાયલોન (પ્લાસ્ટીકની) દોરીઓનો ગમચો બનાવી ગળે ફાસો ખાય જતા નીકુલ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img