રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા ગઇકાલ સાંજે વાંકાનેર શહેર ખાતે આવેલ મુસ્લિમ સમાજની આસ્થાના પ્રતિક સમા હઝરત પીર સૈયદ મીરૂમીયા બાવા દરગાહની 101માં ઉર્ષના મોકા પર મુલાકાત લઈ તાજેતરમાં જ વફાત થયેલ પુર્વ ધારાસભ્ય અને મુસ્લિમ સમાજના ધર્મગુરૂ હઝરત પીર સૈયદ ખુર્શીદહૈદર પીરઝાદા ઉર્ફે મીર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ સાથે જ દરગાહની મુલાકાત બાદ પરેશ ધાનાણી દ્વારા શહેર નજીક આવેલ વેલનાથ બાપુ – માંધાતા બાપુ મંદિર ખાતે દર્શન કરવા પહોંચ્યા હતા, જ્યાં મંદિર પરિસરમાં કોળી સમાજના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, આ સાથે વાંકાનેર કરણી સેનાના અને ક્ષત્રિય સમાજના આગેવાનો પણ અહીં પહોંચી પરેશ ધાનાણીનું ફુલ-હારથી સન્માન કરતા રાજકીય હલચલ તેજ બની છે.
મોરબીના જેતપર ગામે હાઈટેન્શન વીજ લાઈનના વિરોધમાં ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન આજે 14મા દિવસે પણ યથાવત રહ્યું છે, જેમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે. ખેડૂતોના સમર્થનમાં આવેલા જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવી અને ખેડૂત નેતા નિલેશ એરવાડિયા વચ્ચેની વાતચીતનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ...
જુલાઈ મહિનાની શરૂઆત દેશના નાગરિકો માટે રાહતના સમાચાર લઈને આવી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ દર મહિનાની પહેલી તારીખે થતી કિંમતોની સમીક્ષા અંતર્ગત 1 જુલાઈ, 2026થી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹183નો નોંધપાત્ર ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં જે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹3,113.50 હતો, તે હવે સસ્તો...
અમદાવાદ: જૂન મહિનામાં વરસાદની મોટી ઘટને કારણે ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભાગમાં લો-પ્રેશર, ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. વરસાદ ખેંચાવાને કારણે...