Tuesday, April 30, 2024

આતે કેવો વિકાસ: મોરબીનાં બાગ-બગીચાઓની હાલત અત્યંત દયનિય

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી શહેરમાં નાતો સાંસદ વિકાસ કરી શક્યા કે નાતો ધારાસભ્યો ડિઝાઇન બદલી શક્યા ?

થોડા જ દિવસોની અંદર બાળકોને વેકેશન પડી રહ્યું છે ત્યારે બાળકો જાય તો જાય ક્યાં? મોરબીમાં બાળકો માટે ક્યાં રમવું એ એક મોટો પ્રશ્ન બની ગયો છે

મોરબી: હાલ ઉનાળાનો સમય છે ત્યારે લોકો સાંજના સમયે કે પછી બપોરના સમયે બગીચામાં વૃક્ષ નીચે બેસવાનું વધુ પસંદ કરે છે. પરંતુ મોરબીની જનતાને આ સુખ મળતું નથી કેમ કે મોરબીમાં જે બે ત્રણ બગીચા છે તેની હાલત દયનીય છે નથી વેકેશન દરમિયાન બાળકો તેમા રમી શકે તેમ કેમ કે બાળકોને રમવા માટેના તમામ સાધનો તુટીલી અવસ્થામાં જોવા મળી રહ્ય છે આપડે સરદાર બાગ જ જોઈ લો મોરબીની વચ્ચે આવેલ છે પરંતુ આ બગીચામાં બાળકોને રમવા માટેનુ એક પણ સાધન સાર અવસ્થામાં નથી. જ્યારે ભાજપના ૩૦ વર્ષના શાસનમાં મોરબીને એક સારો બગીચો પણ મળ્યો નથી તો શું આ વિકાસ છે.

ઉલ્લેખનીય છે કે ઉનાળાનો સમય છે ત્યારે થોડા જ દિવસોમાં બાળકોને વેકેશન પડવા જઈ રહ્યું છે. ત્યારે મોરબીમાં જનતાના મનમાં મોટો પ્રશ્ન ઉદભવી રહ્યો છે કે આખરે વેકેશન દરમિયાન બાળકો રમવા ક્યાં જાશે. કેમકે મોરબીના બગીચાઓની હાલત દયનીય છે ત્યારે આપડે મોરબીના સેન્ટરમાં આવેલ સરદાર બાગની હાલત જ જોઈ લો બાળકો ને રમવા માટેના સાધનો તુટી ગયેલ છે સરદારબાગમા બાળકોના મનોરંજન માટે ગેંડો મુકેલ છે જેની હાલત અતી ખરાબ છે પરંતુ આ બાબતે સરકારના પેટનું પાણી નથી હાલતુ.

જ્યારે તમે બીજા કોઈપણ શહેર તો શુ પણ તાલુકામાં જશો તો ત્યાં પણ તમને મોરબીથી સારા બગીચા જોવા મળશે મોરબીની પ્રજાને કોઈપણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ મળતી નથી તેમ છતા ભાજપના નેતા મોરબીનો વિકાસ ગણાવી રહ્યા છે બગીચાની આ દયનીય હાલત વિકાસ છે. મોરબીમાં સરદારબાગ હોય કે પછી કેસરબાગ હોય તમે કોઈપણ બગીચામાં જશે તમને અપુરતા સાધનો અને જે સાધનો છે તે તુટેલી હાલતમાં જોવા મળશે.

થોડા સમય પહેલા વિધાનસભાની ચુંટણી હતી તે ચુંટણી સમયે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા મોરબીની ડીઝાઇન બદલવાની મોટી મટી ડંફાસો ફેકતા હતા છેલ્લા ૩૦ વર્ષથી ભાજપનું શાસન છે પરંતુ કાંતિલાલ એક પણ બગીચો મોરબીમાં બનાવી શક્યા નથી બગીચો તો દુરની વાત છે પરંતુ જે બગીચા મોરબીમાં છે તેમની મરમત પણ નથી કરી શક્યા. નથી તે મોરબીને પ્રાથમિક સુવિધાઓ આપી શક્યા. ત્યારબાદ સાસંદ વિનોદભાઈ જે પોતાના દશ વર્ષના શાસનમાં મોરબીને એક બગીચા જેવી સામાન્ય સગવડ પણ નથી આપી શક્યા અને હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ છે ત્યારે આ જ બધા પાછા મેદાનમાં ઉતાર્યા છે અને કોઈ મોરબીની ડીઝાઇન બદલવાની વાતો કરે છે તો કોઈ મોરબીના વિકાસની વાતો કરી રહ્યા.

જો ભારતીય જનતા પાર્ટીના ફેંકુચંદ આ બગીચાઓની દયનીય હાલત પ્રથામીક સુવીધાઓનો અભાવને વિકાસ ગણાવતા હોય તો તે વિકાસ છે કેમકે કાંતીભાઇ અમૃતિયાના પૌત્ર કે સાંસદ વિનોદભાઈના પુત્રો તો સરદારબાગમા બેસવા જશે નહી તે પ્રાઈવેટ બગીચામાં વેકેશનમાં જશે એટલે તેમને ત્યાં વિકાસ દેખાઈ પરંતુ આ સરકારના બગીચાનું શું જેમ મધ્યમ વર્ગના બાળકો પોતાના વેકેશનના દિવસમાં બગીચાની મજા માણવા જાઈ એનું શું.

ત્યારે જોઈ હવે કે શું આ દિગ્ગજ નેતાઓના પેટનું પાણી હલે છે કે નહી અને સરદારબાગમા બાળકોના મનોરંજનના સાધનો રીપેર કરશે કે નહી તે જોવુ રહ્યુ.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર