મોરબીમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી શનાળા લાયન્સનગર રામજી મંદિર પાછળ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી શનાળા લાયન્સનગર રામજી મંદિર પાછળ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો અશોકભાઈ કિશનભાઇ તરેટીયા (ઉ.વ.૨૩) તથા રણજીતભાઇ છોટુભાઈ કાંજીયા (ઉ.વ.૫૦) અને રવિભાઈ રામજીભાઈ મકવાણા (ઉ.વ.૩૫) રહે. બધા શનાળા બાયપાસ લાયન્સનગર મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૭૩૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img