મોરબીમાં શેરીમાં બેઠેલ મહિલાના ગળામાંથી એક લાખ રૂપિયાના સોનાના ચેઈનની ચિલઝડપ

મોરબી: મોરબીના આલાપ રોડ નવજીવન પાર્ક નગર દરવાજામાં પોતાની શેરી બેઠેલ હોય તે દરમ્યાન એક અજાણ્યો ચોર ઈસમ આવી મહિલાના ગળામાંથી સોનાના ચેન ઝુટવી ચિલઝડપ કરી નાશી જતા ભોગ બનનાર મહિલાએ આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના આલાપ રોડ પર નવજીવન પાર્કમાં રહેતા મંજુલાબેન કાંતિભાઈ દેત્રોજા (ઉ.વ.૬૦) એ આરોપી મોટરસાયકલ લઈને આવેલ એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૪-૦૪-૨૦૨૪ ના રોજ ફરીયાદી તથા સાથી પોતાના ઘર પાસે શેરીમા બેઠેલ હોય તે દરમ્યાન એક અજાણ્યો ચોર ઈસમ પોતાનુ મોટર સાઈકલ લઈ આવી થોડે દુર પાર્ક કરીને ફરીયાદીએ ગળામા પહેરેલ આશરે સોળ ગ્રામ સોનાનો ચેન કિ રૂ ૧,૦૦,૦૦૦/-વાળાને ઝુટવીને ચીલઝડપ કરી નાસી ગયો હતો જેથી આ બનાવ અંગે ભોગ બનનાર મંજુલાબેને આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯(A-1)(3) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img