મોરબીની રવાપર ધુનડા ચોકડી નજીકથી ચોરાવ બાઈક સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી રવાપર ઘુનડા ચોકડી નજીકથી ચોરીના મોટરસાયકલ સાથે ચોરને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી. કેમેરા તેમજ હયુમન સોર્સીસથી બાતમીદારોના આધારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે એક આરોપી મોરબી રવાપર ધુનડા ચોકડી બાજુ આવતો હોવાની બાતમીના આધારે વોચમા રહેલ જે દરમ્યાન ચેક કરતા બાતમી વાળો ઇસમ રાકેશભાઇ કરશનભાઇ સોલંકી ઉ.વ.૩૨ રહે.ટંકારા ઉગમણા નાકે ખાડીયાવાસ જી.મોરબીવાળો મળી આવતા મોટરસાયકલના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહુ મોટરસાયકલ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ઇ.પી.કો કલમ.૩૭૯ મુજબનુ ચોરીનુ હોવાનુ જણાતા આરોપીને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img