હળવદના મેરૂપર ગામે કેનાલમાંથી ત્રણ ઈલેક્ટ્રીક મોટરની ચોરી

હળવદ: હળવદ તાલુકાના મેરૂપર ગામની સીમમાં આવેલ કેનાલમાં રાખેલ ત્રણ ઈલેક્ટ્રીક મોટર કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મેરૂપર ગામે રહેતા મહીપતસિંહ દિલીપભાઈ ખેર (ઉ.વ‌ ૩૬) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૩૦-૦૪-૨૦૨૪ ના સાંજના આઠેક વાગ્યાથી તા.૦૧-૦૫-૨૦૨૪ ના સવારના નવેક વાગ્યાના સમયગાળા દરમ્યાન ફરીયાદી તથા સાહેદોની મેરૂપર ગામની સીમમાં આવેલ કેનાલમાં રાખેલ ઈલેક્ટ્રીક મોટર નંગ -૦૩ કિં રૂ.૧૫૦૦૦ ના મુદ્દામાલની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હતો. જેથી ભોગ બનનાર મહીપતસિંહ એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img