ટંકારાના સજનપર ગામે બે પક્ષો વચ્ચે માથાકુટ થતાં સામ સામે ફરીયાદ નોંધાઈ

મોરબી: ટંકારા તાલુકાના સજનપર ગામે શેરીમાંથી મોટરસાયકલ હકાલવા બાબતે બે પક્ષો વચ્ચે બબાલ થતા બંને પક્ષો વચ્ચે મારમારી થતા બંને પક્ષોએ ટંકારા પોલીસ સ્ટેશનમાં સામ સામે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સંજનપર ગામે રહેતા દિલીપભાઈ અમરશીભાઈ જાદવ (ઉ.વ.૪૨) એ આરોપી વિપુલ પ્રવિણભાઇ જાદવ, ભગો પ્રવિણભાઇ જાદવ તથા સુનિતાબેન પ્રવીણભાઈ જાદવ રહે. બધા સજનપર ગામ તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૦૫-૨૦૨૪ ના રોજ રાત્રીના અગ્યારેક વાગ્યાના અરસામાં ફરીયાદિના દિકરો દિપ મોટરસાયકલ લઇને આરોપીઓની શેરીમાંથી નીકળતા આરોપી વિપુલ અને ભગાને સારૂ નહિ લાગતા ફરીયાદિના દિકરાને શેરીમાંથી નિકળતો નહીં તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપી બંનેએ ઢીકાપાટુનો માર મારી શેરીમાથી મોટરસાયકલ લઇને નીકળીશ તો તને જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી તથા આરોપી સુનીતાબેનએ ફરીયાદિના ઘરે આવી ફરીયાદિના પત્ની અને દિકરાને ગાળો આપી હોવાની ભોગ બનનાર દિલિપભાઈએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

જ્યારે સામા પક્ષે ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા વિપુલભાઈ પ્રવિણભાઇ જાદવ (ઉ.વ.૨૪) એ આરોપી ઉષાબેન દિલીપભાઈ જાદવ તથા ઉષાબેનના સાસુ શાંતાબેન અને દિલીપભાઈ અમરશીભાઈ જાદવ રહે. સજનપર તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૦૫-૨૦૨૪ ના રોજ ફરીયાદી તથા ભાવિનભાઇ તથા સુનીતાબેન આરોપી ઉષાબેનને તેમના દિકરા દિપને શેરીમા મોટકસાયકલ ધીમુ ચલાવવા બાબતે સમજાવવા જતા આરોપી ઉષાબેને ફરીયાદિને એક જાપટ મારી ધકકો મારી જમીન પર પાડી દઇ મુંઢ ઇજા કરી તથા આરોપી ઉષાબેન તથા શાંતાબેનએ ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા આરોપી દિલિપભાઈએ ફરીયાદિના ઘર પાસે શેરીમા જઇ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર વિપુલભાઈએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

આ બનાવ અંગે બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા ટંકારા પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૪,૫૦૬(૨) ,૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img