મોરબીના નાની વાવડી ગામ જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

મોરબી: મોરબીના નાની વાવડી ગામે જયશક્તિ સોસાયટીમાં જાહેર રોડ ઉપર પીપળના ઝાડ નીચે જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે જયશક્તિ સોસાયટીમાં જાહેર રોડ ઉપર પીપળના ઝાડ નીચે જુગાર રમતા બે ઈસમો પ્રવિણભાઇ પ્રેમજીભાઈ વસીયાણી (ઉ.વ.૫૮) તથા મંગલગીરી પરષોત્તમગીરી ગોસ્વામી (ઉ.વ.૬૩) રહે. બંને નાની વાવડી શક્તિ સોસાયટી તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ.૧૧૬૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img