ટંકારા: ટંકારા તાલુકાના નેકનામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હરબટીયાળી ગામે તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ 28/05/2024 ના દિવસે “National Menstrual Hygiene Day” ની ઉજવણી કરવામાં આવી હતી.
જેની વર્ષ 2024 ની થીમ “Let’s Commit to Creating a World Where Every Individual has Access to Safe and Dignified Menstrual Hygiene Management” છે. જેનો મુખ્ય હેતુ મહિલાઓમાં માસિક ધર્મ દરમ્યાન રાખવાની થતી સ્વચ્છતા અંગે જાગૃતિ અંગે માહિતગાર કરવામાં આવેલ.
Red dot Menstrual Bracelet Menstrual HealthHygiene બાબતે સેનેટરી પેડનો ઉપયોગ, નિકાલ, કાઉન્સિલિંગ, માસિક દરમ્યાન સ્વચ્છતા, માસિક અંગેની માન્યતા અને હકીકતો વિશે ભાવનાબેન પટેલ (THV )ડો. અમિતાબેન સનારીયા ડો.કેયુર જાની તેમજ RBSK ટીમ તથા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર રાજેશ ચાવડા, ફિમેલ હેલ્થ વર્કર નયનાબેન ચાવડા તેમજ આશાબહેન નિર્મળાબેન મૂછડીયા આંગણવાડી કાર્યકર મધુબેન, અર્ચનાબેને માહિતી આપેલ તથા આ કાર્યક્રમને સફળ બનાવેલ.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...