હળવદના જુના દેવળીયા ગામે જુગાર રમતા છ ઇસમો ઝડપાયા 

હળવદ: હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે જાહેરમાં જુગાર રમતા ૦૬ ઈસમોને રોકડ રકમ રૂ.૧૭,૧૦૦ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન હળવદ પોલીસને મળેલ સંયુક્ત બાતમીના આધારે હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે ઘાંચી વાળી શેરીમાં નારાયણભાઈ રબારીના ઘરની બહાર શેરીમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી છ ઇસમો સંજયભાઈ સનાભાઈ ચરમારી ઉ.વ.૨૭, દિનેશભાઈ રાઘવજીભાઈ ભીમાણી ઉ.વ.૩૬, જયેશભાઈ લાભશંકરભાઈ જોષી ઉ.વ.૬૨, છનાભાઈ બાબુભાઈ કીડીયા ઉ.વ.૩૨, યોગેશભાઈ છનાભાઈ શીશા ઉ.વ.૨૩, જગદીશભાઈ પોપટભાઈ શીશા ઉ.વ.૪૦ રહે. જુના દેવળીયા તા.હળવદ જી.મોરબીવાળને રોકડ રકમ રૂ.૧૭,૧૦૦ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હળવદ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img