મુસ્કાન વેલફેર સોસાયટી, જે અનુકૂળ અને નેક કામો માટે જાણીતી છે, તેમને દ્વારા તાજેતરમાં 2nd જૂન એ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ – વોટરકૂલર સ્થાપન કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરાયો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ગરમ હવામાનમાં પ્યાસી જનતાને તાજું અને ઠંડુ પાણી પૂરુ પાડવાનો હતો.
વિશેષ માહિતી અનુસાર, આ વોટર કૂલર શનાળા રોડ, ઉમિયા સર્કલએ, ઉમિયાનગર સોસાયટીના દરવાજા પાસે મૂકવામાં આવ્યું છે.
મુસ્કાન વેલફેર સોસાયટીના સદસ્યો એ જણાવ્યુ કે, “આ પ્રોજેક્ટ અમારી સમાજસેવામાં એક નવો માઇલસ્ટોન છે. અમે હંમેશા લોકોની પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કામ કરીએ છીએ અને હૂંફથી પરિપૂર્ણ કરવા પ્રયાસ કરીએ છીએ.”
આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં માનવ સેવા સંઘનો બહુ મોટો ફાળો છે. મુસ્કાન વેલફેર સોસાયટી, માનવ સેવા સંઘનો ખૂબ ખૂબ આભાર માને છે.
આમ, મુસ્કાન વેલફેર સોસાયટીનું આ પ્રોજેક્ટ પ્રેરણાદાયક મિસાલ છે. તે અન્ય સંસ્થાઓ અને લોકો માટે એક ઉદાહરણરૂપ છે કે, કેવી રીતે નાના પણ મહત્વપૂર્ણ પગલાઓથી સમાજની સુખાકારી માટે યોગદાન આપી શકાય છે.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...