Monday, March 23, 2026

મોરબીના વીશીપરામા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 6 બોટલ સાથે એક ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના વીશીપરા કુલીનગર -૦૧ રમેશ કોટન મિલમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની છ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસને બાતમી મળતા બાતમીના આધારે મોરબીના વીશીપરા કુલીનગર -૦૧ રમેશ કોટન મિલમાં રહેતા આરોપી સુનીલભાઈ ભરતભાઈ અગેચાણીયા (ઉ.વ.૨૬) એ પોતાના કબ્જાવાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૬ કિં રૂ. ૧૮૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ જુઓ

તાજા સમાચાર