Tuesday, May 26, 2026

મોરબીના જુના ઘુંટુ રોડ પર રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂ/બિયરનો જથ્થો ઝડપાયો

મોરબી: મોરબી જુના ઘુંટુ રોડ મધુસૃષ્ટિ સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારૂ બીયરની બોટલો- ટીન મળી કુલ નંગ-૧૨૮ કિ.રૂ.૪૦૨૪૦/- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.

મોરબી એલ.સી.બી / પેરોલફર્લો સ્કવોડના સ્ટાફને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, દિક્ષીત વ્રજલાલ દુદકીયા રહે.મોરબી પંચાસર રોડ શ્યામપાર્ક વાળાએ મોરબી જુના ઘૂંટુ રોડ ઝીલટોપ સીરામીક સામે મધુસૃષ્ટિ સોસાયટીમાં માધવભાઇ ભરવાડનું મકાન ભાડે રાખી તેમાં બીયર તથા વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા ઉતારેલ છે. જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ઇગ્લીશદારૂ / બીયરની કુલ બોટલો નંગ – ૧૨૮ કિં રૂ. ૪૦૨૪૦ નો મુદ્દામાલ મળી આવેલ હોય જેથી આરોપી દિક્ષીત વ્રજલાલ દુદકીયા રહે.મોરબીવાળા વિરુધ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img