હળવદના માથક ગામેથી વિદેશી દારૂ વોડકાના ચપલા સાથે એક ઝડપાયો

હળવદ: મોરબી જિલ્લામાં તમામા વેરાઈટીનો ઈંગ્લીશ દારૂ મળતો થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હળવદ તાલુકાના માથક ગામના ઝાંપા પાસેથી વિદેશી દારૂ વોડકાના બે ચપલા સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માથક ગામના ઝાંપા નજીકથી આરોપી અનિલભાઈ બાબુભાઈ બાહોપીયા (ઉ.વ.૩૦) રહે. શક્તિનગર તા. હળવદવાળા પાસેથી ઈંગ્લીશ દારૂ વોડકાના ચપલા નંગ -૦૨ કિં રૂ. ૨૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img