વાંકાનેરના નવાપરા પંચાસર રોડ પરથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો

વાંકાનેર: વાંકાનેરના નવાપરા પંચાસર રોડ ઉપર શિવજીના મંદિર પાસે દેશી હાથ બનાવટી બંદુક સાથે એક ઈસમને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયો છે.

રાજ્યમાં લાયસન્સ વગર હથીયાર રાખવા ઉપર પ્રતિબંધ છે તેમ છતા અનેક જગ્યાએથી ગેરકાયદેસર રીતે લોકો હથીયાર રાખતા જોવા મળે છે ત્યારે વાંકાનેરના નવાપરા પંચાસર રોડ ઉપર આવેલ શિવજીના મંદિર નજીક આરોપી હાજીભાઈ ઈબ્રાહિમભાઈ મોવર (ઉ.વ.૪૦) રહે વાંકાનેર નવાપરા સંધી સોસાયટી તા. વાંકાનેરવાળા પાસેથી દેશી હાથ બનાવટની જામગરી બંદુક કિં રૂ. ૧૦૦૦ વાળી સાથે મળી આવતા આરોપીને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ -૨૫(૧)(એ),૨૫(૧-બી), એ તથા જીપી એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img