મોરબીના લાયન્સનગરમા જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા 

મોરબી: મોરબીના નવલખી રોડ પર આવેલ લાયન્સનગરમા સરમારીયા દાદાના મંદિર પાછળની જાહેર શેરીમાં જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના નવલખી રોડ પર આવેલ લાયન્સનગરમા સરમારીયા દાદાના મંદિર પાછળની જાહેર શેરીમાં જુગાર રમતા પાંચ ઇસમો રાજેશભાઈ મનજીભાઈ ચાવડા (ઉ.વ.૩૩), ગૌતમભાઇ અમૃતભાઇ સોલંકી (ઉ.વ.૨૫), અશોકભાઈ ડાયાભાઇ ધંધુકીયા (ઉ.વ.૩૦), ભરતભાઈ ગીરીશભાઈ ચૌહાણ (ઉ.વ.૩૯) તથા કમલેશભાઈ પમાભાઈ સોલંકી (ઉ.વ.૨૬) રહે. બધા વિજયનગર તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ.૩૬૨૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img