Sunday, July 20, 2025

હળવદના કવાડીયા ચેક પોસ્ટ ખાતેથી કારમાં ઈંગ્લીશ દારૂના જથ્થાની હેરાફેરી કરતા બે ઈસમો ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: મોરબી જિલ્લામાં કારમાં દારૂની હેરાફેરી કરતા હોવાના અનેક કેસો સામે આવ્યા છે ત્યારે ફરી એક વખત હળવદ તાલુકાના કવાડીયા ચેક પોસ્ટ ખાતેથી ઈકો કારમાં ઈંગ્લીશ દારૂના જથ્થાની હેરાફેરી કરતા બે ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

હળવદ પોલીસનો સર્વેલેન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સ્ટાફને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે કવાડીયા ચેક પોસ્ટ ખાતે વોચ તપાસ દરમ્યાન આરોપીઓના કબ્જા ભોગવટા વાળી ઈકો ગાડી રજીસ્ટર નં- GJ-36-AC-8135 વાળીમાંથી ઈંગ્લીશ દારૂના ચપલા નંગ -૧૩૪ કિં.રૂ.૧૩૪૦૦/- તથા ઈકો ગાડીની કિં.રૂ. 3, 00, 000/- મળી કુલ કિં.રૂ. ૩, ૧૩, ૪૦૦/- નો મુદામાલ સાથે આરોપી જયેશભાઈ મોહનભાઈ પરમાર ઉ.વ.૨૪, મોહીત હસમુખભાઈ પરમાર ઉ.વ.૨૦ રહે. બંને બસ સ્ટેન્ડ પાછળ તા.હળવદવાળાને પકડી પાડી આરોપીઓ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર