મોરબીના ટીંબડી ગામના વૃદ્ધે લક્ષ્મીનગર ગામની સીમમાં ઝેરી દવા ગટગટાવી 

મોરબી: મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા પાસે રહેતા વૃદ્ધે આર્થિક સંકડામણથી કંટાળી લક્ષ્મીનગર ગામની સીમમાં આવેલ બાલાજી સિમેન્ટ પાઈપના કારખાના પાસે રોડ પર ઝેરી દવા પી લેતાં વૃદ્ધનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા પાસે પાટીદાર ટાઉનશિપ બિલ્ડીંગ એ-૦૫ બ્લોક નં -૧૦૩મા રહેતા હરજીવનભાઈ દેવકરણભાઈ ચારોલા ઉ.વ.૬૦વાળા આર્થીક સંકડામણના કારણે પોતે પોતાની જાતે મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમમાં આવેલ બાલાજી સિમેન્ટ પાઈપના કારખાના પાસે રોડ ઉપર ઝેરી દવા પી લેતા હરજીવનભાઈ નામના વૃદ્ધનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img