દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા પૂરગ્રસ્ત તથા સ્થળાંતરિત લોકોને 1500 ફુડ પેકેટ વિતરણ કરાયાં 

માળીયા (મી): દેવ સોલ્ટ પ્રા. લી. તેમજ દેવ વેટલે એન્ડ્રુ સોશિયલ વેલફેર ફાઉનડેશન હમેશા સમાજ કલ્યાણની પ્રવૃતિઓ માટે અગ્રેસર રહ્યું છે અને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન લોકોની સેવા માટે હંમેશા મોખરે રહ્યું છે.

ત્યારે છેલ્લા ૨ દિવસથી સતત ભારેથી અતિ ભારે વરસી રહેલા વરસાદ અને જીલ્લાના તમામ ડેમો ઓવરફલો થવાનાં લીધે સમગ્ર જીલ્લામાં પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેના લીધે માળિયા (મી.) તાલુકાના નીચાણ વાળા વિસ્તારમાં રેહતા લોકોનો આશરો છીનવાઈ ગયો છે અને ભૂખા રેહવા લાચાર બન્યા છે. આ કુદરતી આફત સમયે પુરગ્રસ્ત લોકો તેમજ સ્થળાંતરીતોની સેવા માટે દેવ સોલ્ટ દ્વારા માળિયા (મી.) મામલતદાર ઓફીસ, પોલીસ સ્ટ્રેશનમાં, નીચાણ વાળા વિસ્તાર તેમજ હરીપર ગામે કુલ ૧૫૦૦ ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું અને હજુ પણ વિતરણ ચાલુ છે. આ ફૂડ પેકેટને બનાવા તેમજ તેના વિતરણ માટે દેવ સોલ્ટના સંપૂર્ણ સ્ટ્રાફે ભારે જેહમત ઉઠાવી હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img