મોરબીમાં જુગાર રમતા છ ઇસમો ઝડપાયા 

મોરબી: મોરબી માધાપર શેરી નં -૧૯ ના નાકા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબી માધાપર શેરી નં -૧૯ ના નાકા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો મનીષભાઈ દેવકરણભાઈ ખાણધર ઉ.વ.૩૪ રહે વાવડી રૉડ કારીયા સોસાયટી મોરબી, કાનજીભાઈ બાઘુભાઈ ભાંગરા ઉ.વ.૧૯ રહે માધાપર શેરી નં.૨૨ મોરબી, દશરથસિંહ વનરાજસિંહ ઝાલા ઉ.વ.૨૨ રહે માધાપર શેરી નં.૨૨ મોરબી, સતીષભાઈ ધીરજલાલ ગણેશીયા ઉ.વ.૩૪ રહે માધાપર શેરી નં.-૨૦ મોરબી, મોહનભાઈ પ્રેમજીભાઈ હડીયલ ઉ.વ.૩૯ રહે માધાપર શેરી નં.૨૨ મોરબી, વિજયભાઈ બાબુભાઈ ભાગરા ઉ.વ.૨૨ રહે માધાપર શેરી નં.૨૨ મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૮૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img