મોરબીમાં જુગાર રમતા પાંચ મહિલા ઝડપાઇ 

મોરબી: મોરબી નવલખી રોડ લાયન્સનગર સેન્ટ મેરી સ્કૂલની પાછળ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતી પાંચ મહિલાને મોરબી સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી નવલખી રોડ લાયન્સનગર સેન્ટ મેરી સ્કૂલની પાછળ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતી પાંચ મહિલા રેખાબેન ગુણવંતભાઈ પીઠવા (ઉ.વ‌.૬૫), પુજાબેન મુકેશભાઈ પીઠવા (ઉ.વ.૩૨), પન્નાબેન ઉર્ફે જીજ્ઞાબેન વિજયભાઈ વાઘેલા (ઉ.વ.૩૩), રેખાબેન ભાવેશભાઈ પોપટ (ઉ.વ.૩૪), ધર્મિષ્ઠાબેન વિજયભાઈ ઓરીયા (ઉ.વ.૩૨) રહે. બધાં નવલખી રોડ લાયન્સનગર અમૃત પાર્ક સામે સેન્ટ મેરી સ્કૂલની પાછળની શેરીમાં મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૨૪૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img