મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 11 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબીના વિશીપરા મંદિના સોસાયટી સુડતાલી પીરના મકાન પાસે આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૧ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વિશીપરા મદિના સોસાયટીમાં રહેતા આરોપી હનીફભાઇ દીલાવરભાઈ મોવર (ઉ.વ.૪૫) એ પોતાના રહેણાંક મકાનમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૧ કિં રૂ. ૩,૭૪૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img