Friday, July 18, 2025

આગામી દિવાળી તહેવારોને લઈને મોરબી જીલ્લા પોલીસ દ્વારા ફુટપેટ્રોલીંગ કરાયું 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: દિવાળીના તહેવારને આડે હવે સાત આઠ દિવસ જ બાકી રહ્યો છે. ત્યારે મોરબીવાસીઓ શાંતિપૂર્ણ માહોલમાં દિવાળીના તહેવારની ઉજવણી કરી શકે તે માટે મોરબી જિલ્લા પોલીસ દ્વારા સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા પોલીસ દ્વારા ટુંક સમયમાં દિવાળીના તહેવારો આવી રહ્યાં છે ત્યારે દિવાળીના તહેવારો સમયે લોકો તહેવાર મનાવવામાં મશગુલ હોય તેવા સમયે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેવા ઉદ્દેશથી આજે મોરબી જીલ્લા પોલીસ દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. તેમજ તેઓને ખોટી અફવાઓમાં ન આવી સૂલેહ-શાંતિ જાળવવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ સાથે જ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર