જિલ્લા માહિતી કચેરીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે સફાઈ અભિયાન હાથ ધરાયું 

મોરબી જિલ્લામાં આવેલી વિવિધ સરકારી કચેરીઓ, ભવનોમાં દરરોજ સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવતું હોય છે. જિલ્લા માહિતી કચેરી મોરબી ખાતે સહાયક માહિતી નિયામક પારૂલબેન આડેસરાના માર્ગદર્શન હેઠળ સમાચાર શાખા, ટેકનિકલ શાખા અને વહીવટી શાખાના રૂમમાં સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. 

જેમાં ફાઈલ વર્ગીકરણ, પસ્તી નિકાલ, બારી અને ગ્રીલની સફાઈ, ટેબલ સફાઈ, ફાઇલ સ્ટેશનરી વર્ગીકરણ, કચરાનો નિકાલ, કચેરી સ્વચ્છતા હાથ ધરવામાં આવી હતી.

આ સફાઈ ઝુંબેશમાં જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ જે.કે.મહેતા, બળવંતસિંહ જાડેજા, બી.વી. ફૂલતરીયા, આનંદ ગઢવી, કિશોરપરી ગોસ્વામી, અજય મુછડીયાએ લીધો હતો.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img