મોરબી: જલારામ બાપાની 225મી જન્મજયંતી નિમિત્તે પંચવિધ કાર્યક્રમો યોજાશે 

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે પૂ.જલારામ બાપા ની ૨૨૫ મી જન્મજયંતિ મહાપ્રસાદ સહીત પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવાશે.

સંત સિરોમણી શ્રી પૂજ્ય જલારામ બાપાની ૨૨૫મી જન્મ જયંતિ આવી રહી છે, દેશ વિદેશના ભક્તજનોમા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા તા.૮-૧૧-૨૦૨૪ શુક્રવાર કારતક સુદ સાતમ ના રોજ પૂ.જલારામબાપાની ૨૨૫મી જન્મજયંતિ પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવવાનુ આયોજન કર્યુ છે. જે અંતર્ગત સવારે ૬ કલાકે પ્રભાતધૂન, ૧૦ કલાકે અન્નકુટ દર્શન, બપોરે ૧૧:૩૦ કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ, બપોરે ૧૨ કલાકે મહાઆરતી, ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદનુ આયોજન કરવા મા આવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રતિવર્ષ જલારામ જયંતિ ના પાવન પર્વ નિમિતે અતિથી વિશેષ તરીકે સમાજ ની વિશેષ વ્યક્તિઓને આમંત્રીત કરી તેમના હસ્તે કેક કટીંગ કરાવવા મા આવે છે. પ્રથમ વર્ષે મનોવિકલાંગ બાળકો, બીજા વર્ષે થેલેસેમિયાગ્રસ્ત બાળકો,ત્રીજા વર્ષે અંધજનો, ચોથા વર્ષે ભિક્ષુકો,પાંચમા વર્ષે શહીદ પરિવાર,છઠ્ઠા વર્ષે વૃધ્ધાશ્રમના વડીલો, સાતમા વર્ષે અનાથાશ્રમની બાળાઓ, આઠમા વર્ષે કીન્નરો,નવમા વર્ષે મહિલા ટ્રાફીક બ્રિગેડ, દસમા વર્ષે શારીરીક વિકલાંગ આત્મનિર્ભર મહીલાઓ, અગીયાર મા વર્ષે ફાયર બ્રિગેડના જવાનો, બારમા વર્ષે હોટેલ માં કામ કરતી પરપ્રાંતિય વેઈટ્રેસ દ્રારા, ગત વર્ષે પીજીવીસીએલ ના વાયરમેન ના વરદ્ હસ્તે કેક કટીંગ કરવા મા આવ્યુ હતુ. પ્રવર્તમાન વર્ષે પણ સમાજ ના આવા જ વિશેષ વ્યક્તિઓ ને અતિથી વિશેષ તરીકે સ્થાન આપી, તેમના વરદ્ હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવા મા આવશે.

આમંત્રિત વિશેષ વ્યક્તિઓનુ નામ સરપ્રાઈઝ રાખવામાં આવેલ છે જે જલારામ જયંતિના દીવસે જાહેર થશે. ઉપરોક્ત તમામ કાર્યક્રમમા સર્વજ્ઞાતિય જલારામ ભક્તોને પધારવા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img