મોરબીના રણછોડનગરમા જુગાર રમતા ત્રણ ઝડપાયાં

મોરબી: મોરબીના વીસીપરા રણછોડનગરમા તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વીસીપરા રણછોડનગરમા તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો સોહિલભાઇ જુમ્માભાઇ સુમરા ઉ.વ ૨૦ રહે. વીસીપરા વિજયનગર સુમરા સોસાયટી, મનિષભાઇ પ્રવિણભાઇ ચાવડા ઉ.વ ૪૦ તથા પાર્થ ઉર્ફે ચિરાગભાઇ દિલીપભાઇ અસ્વાર ઉ.વ ૨૪ રહે બંને વીસીપરા રણછોડનગર મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૪૧૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img