ટંકારાના મિતાણા ગામ પાસે ફેક્ટરીમાં ગરમ પાણી માથે પડતા શરીરે દાઝી જતાં બાળકનું મોત

ટંકારા તાલુકાના મિતાણા ગામ નજીક આવેલ રેક્ષ્વેલ ફેક્ટરીમાં રમતો હોય ત્યારે ગરમ પાણી માથે પડતા શરીરે દાઝી જતાં માસુમ બાળકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના મિતાણા ગામે આવેલ રેક્ષ્વેલ ફેક્ટરીમાં રહેતા પારસકુમાર હિતેષભાઇ પારગી ઉ.વ.૦૨વાળો પોતાના ઘરે રમતો હોય ત્યારે ગરમ પાણી માથે પડતા શરીરે દાઝી જતાં પ્રથમ સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ વધું સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જતા સારવાર દરમ્યાન પારસ નામના બાળકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img